પુનર્જન્મ

    




પુનર્જન્મ

રાહુલના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું અને પોતાને એકદમ હળવો મહેસુસ કરવા લાગ્યો. શહેરની વચ્ચે પસાર થતી નદી ઉપર બનેલા બ્રીજની સાઈડમાં આવેલી ફૂટપાથ પર ઉભો હતો. એકદમ થયેલા શરીરમાં પરિવર્તનથી રાહુલને પણ નવાઈ લાગી. તેની નજરનીચે નદીના પટમાં ભેગી થયેલી ભીડ પર પડી. લગભગ પચાસેક લોકો ભેગા થયેલા હતા. રાહુલને પણ “શું થયું?” જાણવાની ઉત્સુકતા થઇ. તે પણ રીતસર ભાગતોનીચે પહોચ્યો ભીડમાંથી રસ્તો કરીને નજીક પહોચ્યો ત્યાં નું દ્રશ્ય જોઈને ફરીથી શરીરમાંથી ઠંડી નું લખલખું પસાર થઇ ગયું. કોઈ તેની ઉમરના જ યુવાનને પાણીમાંથી ખેંચીને બહાર લાવ્યા હતા અને તેની છાતીના ભાગે જોરથી દબાવીને પાણી કાઢવાનો પ્રયત્ન કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ કરી રહ્યા હતા. પણ ભીડના કારણે રાહુલ તે યુવાનનો ચહેરો સ્પષ્ટ પણે જોઈ શકતો નહોતો. ત્યાં તેને બચાવવાનો પ્રયત્ન કરી રહેલા કર્મચારીઓના ચહેરા પર કોઈ આશાવાદ દેખાઈ નહોતો રહ્યો. થોડા પ્રયાત્નોપરાંત તે લોકો તેને સ્ટ્રેચરમાં સુવડાવીને એમ્બ્યુલન્સ તરફ જવા લાગ્યા.

રાહુલની પાસેથી જયારે તેઓ પસાર થયા રાહુલે તેનો ચહેરો જોયો તો રાહુલના પગનીચેથી જમીન સરકી ગયી. એ ચહેરો રાહુલનો જ હતો. રાહુલને આંખ આગળ અંધારા આવવા લાગ્યા તેની સમજમાં કઈ નહોતું આવતું “શું થયું?”. તેના મગજમાં બધો ઘટનાક્રમ રીવર્સમાં ચાલવા લાગ્યો. તેને બધું ધીરે ધીરે યાદ આવવા લાગ્યું. લગભગ અડધો કલાક પહેલા તેને આ બ્રીજ પરથી છલાંગ લગાવી હતી “આત્મહત્યા”ના ઉદ્દેશ્યથી. તેના મગજમાં એક સાથે હજારો પ્રશ્નોનો મારો તીરની જેમ થવા લાગ્યો. જેમકે “જો મેં છલાંગ લગાવી તો હું હજુ જીવિત કેમ?” ”જો હું બચી ગયો તો પેલા લોકો કોની લાશ લઇ ગયા?,”જો હું જીવિત છું તો તો પેલા મૃતકનો ચહેરો કેમ મારા જેવો જ હતો?”. રાહુલ એકદમ બેબાકળો બની ગયો અને નદીની રેતમાં ઘૂંટણભેર માથું પકડીને ફસકી પડ્યો. થોડી વાર પછી થોડો સ્વસ્થ થઇને ઉભો થયો અને વિચાર્યું કે જલ્દીથી મગજમાં ઉભરાઈ રહેલા પ્રશ્નોનો જવાબ શોધવો પડશે નહીતર મગજ ફાટી જશે. ભીડ થોડી ઓછી થઇ હતી પરંતુ કેટલાક લોકો એકબીજા સાથે વાતચીત કરીને પોતાની ઉત્સુકતાની શમાવી રહ્યા હતા. રાહુલે પણ એવુજ કૈક વિચાર્યું કે કોઈને જઈને પૂછું. તે પણ ભીડ તરફ આગળ વધ્યો અને એક શિક્ષિત જેવા લાગતા આધેડ વયના એક વ્યક્તિને ખભા પર હાથ મૂકીને પૂછ્યું,”અંકલ શું થયું આ ભાઈને,બચી ગયો કે પછી. . . ?. પણ પેલા ભાઈ તો જાણે બીજા સાથે વાત કરવામાં એટલા મશગુલ હતા કે રાહુલની વાતની તેમના પર કોઈ અસરના થઇ. રાહુલે ફરી થોડા ઊંચા અવાજે કહ્યું,”અંકલ શું થયું આ ભાઈને?”

પણ પેલા ભાઈએ પહેલાની જેમ કોઈ પ્રતિભાવના આપ્યો કેના પાછળ ફરીને રાહુલ સામે જોયું. રાહુલને નવાઈ લાગી તેને વિચાર્યું કે બીજા કોઈને પૂછું. થોડું આગળ વધીને તેને એક યુવાનને પૂછ્યું,”ભાઈ શું થયું હતું આ યુવાનને?”પણ જાણે તેનું કોઈ અસ્તિત્વ જના હોય તે રીતે પેલા યુવાન તરફથી પણ કોઈ પ્રતિભાવના મળ્યો. હવે રાહુલને પણ પોતાના અસ્તિત્વ પર શક થવા લાગ્યો. તેને ફરીથી એક વાર પોતાનું અસ્તિત્વ પુરવાર કરવા માટેનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું અને એકદમ જોરથી ચીસ પાડીને કહ્યું,”કોઈ મને સાંભળે છે કે નહિ?”પણ પરિણામ શૂન્ય જ આવ્યું. ત્યાં હાજર રહેલા લોકોમાંથીનાતો કોઈએ તેની સામેના જોયું કેના કોઈ પ્રત્યુતર મળ્યો. હવે રાહુલને થોડું થોડું સમજાવા લાગ્યું. અને તે સમજી ગયો કે તેનું શરીર પેલી એમ્બ્યુલન્સમાં ચાલી ગયું અને અત્યારે તેની હયાતી માત્ર એક સુક્ષ્મ આત્મારૂપે છે.

તેને વિચાર આવવા લાગ્યો કે,”શું મૃત્યુ પછી દરેક માણસની સાથે આવુજ બનતું હશે જેવું મારી સાથે થયું?”

હવે તેના મગજમાં તેનો ભૂતકાળ સિનેમાની જેમ ચાલવા લાગ્યો.

ત્રણ વર્ષ પહેલા રાહુલ શહેરની એક સરકારી કોલેજમાંથી કોમર્સમાં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ થઇને બહાર આવ્યો હતો. પરિવારમાં ચાર લોકો હતા. તેઓ શહેરની વચ્ચે આવેલી એક ઝુંપડપટ્ટીમાં એક ખોલીમાં મહીને ૧૫૦૦ના ભાડેથી રહેતા હતા. પરિવારમાં એક મોટી બહેન અને એક વચેટ બહેન અને સૌથી નાનો રાહુલ. જેમાંથી મોટી બહેન સીતાને એક વર્ષ પહેલા પરણાવી દીધી હતી.નાની બહેન રાધા ૧૦ ધોરણ ભણીને માંના કામમાં મદદ કરવા માટે ભણવાનું છોડી દીધું હતું તે પણ અત્યારે લગભગ ૨૨ વર્ષની હતી. માં સવારે અને સાંજે શહેરના એક મિડલક્લાસ વિસ્તારમાં શાકમાર્કેટમાં શાકભાજીની લારી ચલાવતી હતી, અને બપોરે અને રાત્રે કેટલાક ઘરના ઘરકામ કરતી હતી. છેલ્લા કેટલાક વર્ષથી રાધા બાને કામમાં મદદ કરતી હતી શાકભાજીની લારી પર અને ઘરકામમાં પણ. મોટી બહેન સીતાને શહેરના બીજા વિસ્તારમાં આવેલી એક ઝુંપડપટ્ટીમાં રહેતા લાભુ સાથે પરણાવી હતી લાભુ કોઈ ફેક્ટરીમાં મજુર તરીકે કામ કરતો હતો. લાભુ પણ ૨ જણ નું ભરણપોષણ કરી શકે તેટલું કમાઈ લેતો હતો.

રાહુલને ભણાવવા માટે તેનીમાં શારદાબેને તેની જ ચાલીમાં રહેતા કેટલાક માથાભારે તત્વો પાસેથી ખુબ ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેનું વ્યાજ અત્યારે વધીને તેની મૂળ કિંમત કરતા લગભગ ૩ ગણું થઇ ગયું છે. તેની અત્યારે તે લોકો પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. રોજ તે લોકો ઘેર આવતા અને ખુબ ઉદ્દંડ રીતે ઉઘરાણી કરતા. રોજ શાકભાજીની લારી પર જઈને અપશબ્દો બોલતા. હમણાંથી તો તેમની ખરાબ નજર રાધા પર પણ હતી તેઓ રાધાને કોઈ પણ રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કરતા. અને લગભગ રોજ શાકભાજી ફોકટમાં લઇ જતા. એક બે વાર તો તેમને રાહુલની સામે રાધાની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો,પણ રાહુલની પાસે ગુસ્સામાં મુઠ્ઠીઓ વાળવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો કારણકે તેનીમાં એ કહેલું હતું કે આ લોકો ગમે તેવું વર્તન કરે આપણાથી તેમનો સામનો નહિ થાય બેટા,માટે જ્યાં સુધી આપણે તેમનું દેવુંના ચૂકતેના કરીએ ત્યાં સુધી આપણે આપને તેમના બોઝ તળે છીએ. રાહુલની રગોમાં ગરમ લોહી ઘણી વખત ઉકળી જતું પણ પરિવારના કારણે તે મજબુર હતો. તેને આગળ ભણવાની ખુબજ ઈચ્છા હતી,પરંતુ ઘરની પરિસ્થિતિને જોતા તે આગળ ભણી શકે તેમાં નહોતો. જેથી કરીને તેને ઘરમાં મદદરૂપ થવા માટે નોકરી શોધવા નું શરુ કરી દીધું હતું,પણ ઘણી બધી જગ્યા એ ઇન્ટરવ્યુ આપ્યા પછી પણ તેને કોઈ જગ્યા એ તેને લાયક નોકરી નહોતી મળી રહી. લગભગ અભ્યાસ પૂરો થયાને એક વર્ષ વીતી ગયું પણ રાહુલને હજુ નોકરીનો કોઈ મેળ નહોતો પડી રહ્યો. રાહુલ આખો દિવસ ઘરે બેસી રહેતો જેથીમાં ઘણી વાર ગુસ્સે થઇ જતી. અને કહેતી,”ક્યાં સુધી આમ ફોકટના રોટલા તોડતો રહીશ જેવી મળે તેવી નોકરી કરી લે,ક્યાં સુધી આમ પરિવાર પર બોઝ બનીને રહીશ. ”માંનો ગુસ્સો ક્ષણિક જ રહેતો પછી પાછી ઠંડી થઇને એનાજ હાથે રાહુલને ખવડાવતી. માંને ઘર ચલાવવાની ચિંતા ખાઈ રહી હતી. તેથી તે વારંવાર ગુસ્સે થઇ જતી. ઘણી વાર રાધાનો પણ ઉધડો લઇ લેતી.

રાહુલ તેના ભણતર પ્રમાણેની નોકરી નહિ મળવાથી દિવસે દિવસે ડીપ્રેશનમાં જવા લાગ્યો હતો. આખો દિવસ ગુમસુમ બેસી રહેતો. તેના વર્તનમાં પણ ખુબજ ફેરફાર થવા લાગ્યો હતો. એક સમયે ખુબજ સાલસ અને સરળ સ્વભાવનો માલિક આજે નઠોર અને બરડ સ્વભાવનો થઇ ગયો હતો.માં સાથે શાકભાજીની લારી પર જાય તો પણ ત્યાં શાક લેવા આવતા ગ્રાહકો સાથે નાહકનો ઝગડો કરી પડતો. હવે તો તેને નોકરી માટે પ્રયત્ન કરવા નું પણ છોડી દીધું હતું. ગમે ત્યારે ઘેરથી નીકળી પડતો પોતાની ધૂનમાં ક્યાં પહોચી જતો તેને પણ ખબર નહિ રહેતી છેક સાંજ પડ્યે ઘેર આવતો. માંને પણ તેની ખુબજ ચિંતા થવા લાગી હતી. માં એ એક દિવસ જમાઈ લાભુને બોલાવ્યો અને રાહુલ વિષે ચર્ચા કરી અને જમાઈનો અભિપ્રાય માંગ્યો. જમાઈ એ તેની બુદ્ધિક્ષમતા પ્રમાણેનો રસ્તો બતાવ્યો,”બા એક કામ કરો ઓરડીમાં પૂરીને ધોકો લઇને મારો અને બે દિવસ ખાવા પીવાનું ના આપો એટલે લાટ સાહેબ ઠેકાણે આવી જશે,આ બધું તમારા લાડ નું જ પરિણામ છે. 

રાહુલ હજુ ઘરના દરવાજે જ પહોચ્યો હતો અને તેને બા અને બનેવી વચ્ચેનો આ વાર્તાલાપ સાંભળ્યો અને તેની આંખમાંથી ગંગા જમના વહેવા લાગી અને ડૂસકું ગળામાં જ ભરાઈ રહ્યું. તેને થયું મારી માં આ શું કરી રહી છે. અને તે આગળનો વાર્તાલાપ સાંભળ્યા વગર ભાગતો દરવાજાની બહાર નીકળી ગયો.

માં એ લાભુને કહ્યું,”ખબરદાર લાભુડા જો હવે એક શબ્દ પણ મોઢામાંથી કાઢ્યો છે. મને તો એમ કે તું હુશિયાર છે અને તું મને કઈક સારો રસ્તો બતાવીશ પણ તારા મગજમાં ભૂસું ભર્યું છે. તું શું મને રસ્તો દેખાડવાનો,ચલ તું નીકળ તારો રસ્તો પકડ, મારા દીકરાનું હું જોઈ લઈશ. ” 

સાસુ નું આવું રૌદ્ર રૂપ જોઈને લાભુ પણ ઉભી પુન્છ્ડીયે ભાગ્યો.

આ બાજુ રાહુલને પણ ખુબજ લાગી આવ્યું અને તેને આ દુનિયા છોડી દેવાનો ત્વરિત નિર્ણય લીધો. અને શહેરની વચ્ચે વહેતી નદી પરના બ્રીજ પર પહોચી ગયો. બપોરનો લગભગ ૨ વાગ્યાનો સમય હતો. ટ્રાફિક થોડો ઓછો હતો. કાઈ પણ વિચાર્યા વગર બ્રીજની સાઈડમાં કરેલી જાળી પર ચડી ગયો અને એકદમ જ છલાંગ લગાવી દીધી. . .

હવે રાહુલને બધું સમજાઈ ગયું હતું. તે સમજી ગયો હતો કે તે હવે ફક્ત સુક્ષ્મ રૂપે જ અસ્તિત્વ ધરાવે છે. તેનું શરીર હવે નિષ્પ્રાણ બની ગયું છે. રાહુલ હવે નદીની રેતમાં ઘૂંટણભેર બેઠો હતો. તેને વિચાર આવ્યો ,“માં અને બહેન શું કરતા હશે?”. એટલું વિચારતા જ તેણે આંખ ખોલી તો તે પોતાના ઘરમાં હતો. માં ઘરમાં જ હતી અને શાકભાજીની લારી લઇને જવાની તૈયારી જ કરી રહી હતી. અને તેને ઘરની બહાર જતા રાધાને કહ્યું,”રાધા રાહુલ દેખાતો નથી બપોરનો,તને કઈ કહીને ગયો છે?,ક્યાં ગયો હશે?”

રાધા બોલી,”માં મને કઈ વાત કરી નથી ભટકતો હશે ક્યાંક આવી જશે તું ચિંતા નાં કર. ”

માં એ કહ્યું,”સારું બેટા આજે એના માટે ખીચડી અને શાક બનાવી દેજે તેને રીંગણ નું શાક બહુ ભાવે છેને”

રાધા મોં ચડાવીને બોલી,”હા તને તો દીકરો જ વહાલો છેને અમે તો જાણે કઈ નહિ. ”

માં હસીને બોલી,”ના બેટા મારા મનમાં એવું કાઈ નથીમાં માટે બધા સંતાન એક સમાન જ હોય. ”

એમ કહીને માં ઘરની બાહર નીકળી.

રાહુલ ઘરના દરવાજામાં ઉભો ઉભો આ સંવાદ સાંભળી રહ્યો હતો. અનેમાં અને દીકરી વચ્ચેનો આ સંવાદ સાંભળી તેને એક દમથી રડવું આવી ગયું. પણ આ શું તેને લાગ્યું કે ખુબજ રડી રહ્યો છે પણ આંખમાંથી એક પણ આંસુ નીકળતું નથી. જાણે તેના મૃત્યુની સાથે આંસુઓ પણ સુકાઈ ગયા. તેને મન થયું કે માંને બથ ભરી લઉં,પણ તે હવે એ પણ જાણતો હતો કે આ શક્ય નથી. તે વિચારી રહ્યો હતો કે માંને મારા મોતના સમાચાર ક્યારે મળશે,અને જયારે મળશે ત્યારે તેની ઉપર શું વીતશે. હજુ તે આવું વિચારી જ રહ્યો હતો ત્યાં જ એક કોન્સ્ટેબલ ઘરમાં દાખલ થયો. અને રાધાને કહ્યું,”ક્યાં છે તારી માં?”

રાધાને ધ્રાસકો પડ્યો,”કેમ શું થયું સાહેબ?”

કોન્સ્ટેબલ બોલ્યા,”તારી માંને બોલાવ”

રાધા બોલી બે મિનીટ બેસો સાહેબ હું બોલાવી લાવું.

રાધા એ શાક માર્કેટ તરફ દોટ મૂકી. ત્યાં પહોચતા સુધીમાં તેના મગજમાં કેટલાય વિચારો તાંડવ કરવા લાગ્યા,જેમકે “શું રાહુલે કઈ ખોટું કામ કર્યું હશે?”,”કોઈ ચોરી કરી હશે?”.

રાધામાંને લઇને ઘેર આવી. કોન્સ્ટેબલેમાંને કહ્યું,”ચાલો મારી સાથે ગાડીમાં બેસો”

માં એ કહ્યું,”હું આવું છું પણ મને કહો તો ખરા શું થયું સાહેબ?”. કોન્સ્ટેબલે કહ્યું તમે ગાડીમાં બેસો હું સમજાવું છું. માં એ રાધાને કહ્યું,”તું ઘેર જ રહેજે બેટા હું આવું છું”

માં પોલીસની ગાડીમાં બેઠી,અને બેસતા જ ફરી પૂછવા લાગી,”હવે કહો સાહેબ શું થયું?”

કોન્સ્ટેબલે કહ્યું,”માડી હિંમત રાખજે ભગવાનને જે ગમ્યું તે ખરું. ”

માંને ફાળ પડી અને ગુસ્સે થઇને કહ્યું,”હવે ફાટને શું થયું?”

કોન્સ્ટેબલે કહ્યું,”તમારા દીકરા રાહુલે આત્મહત્યા કરી લીધી છે. ”

માંની આંખમાં અંધારા આવી ગયા અને ગાડીની સીટમાં જ ફસકી પડી. કોન્સ્ટેબલે તેના ચહેરા પર બોટલમાંથી પાણી લઇને છંટકાવ કર્યો અને પાણી પીવડાવ્યું. થોડા હોશમાં આવતા જમાં એ ફરી સવાલોની ઝડી વરસાવવા નું શરુ કર્યું,”તમે સાચું કહો,મારો દીકરો આવું કરે જ નહિ”વગેરે વગેરે.

કોન્સ્ટેબલે કહ્યું માજી તમે શાંતિ રાખો અને ચાલો હોસ્પિટલ પર અને આગળની વિધિ કરો.

રાહુલ પણ સુક્ષ્મ સ્વરૂપેમાંની બાજુમાં હતો. તે પણ અવાચક બની ગયો હતો. હવે તેને પણ મેહસૂસ થવા લાગ્યું હતું કે તેને કેવડું મોટું પગલું ભરી લીધું છે. તેના મૃત્યુની સાથે કેટલા લોકોની જીંદગી પણ ખરાબ થઇ છે. એની સાથે તે એ પણ જાણતો હતો કે હવે તે કઈ કરી શકે તેમ પણ નથી.

કોન્સ્ટેબલમાંને લઇને હોસ્પિટલ પહોચ્યા. હોસ્પિટલના હેડ ડોક્ટર માંને શબગૃહમાં લઈ ગયા. અને રાહુલની લાશની ઓળખ કરાવી. રાહુલને જોઈનેમાં ફરીથી બેહોશ થઇ ગઈ. ડોકટરે હોસ્પિટલના સ્ટાફને બોલાવી સ્ટ્રેચર પર સુવડાવી તેમને આઈ. સી. યુમાં લઈ ગયા.

આજે રાહુલના મૃત્યુનો બારમો દિવસ છે. માં એ તેના આત્માની શાંતિ માટે બધી વિધિ કરવામાં કોઈ કસર રાખી નહોતી. આજે બારમાંનો જમણવાર પણ રાખ્યો હતો લગભગ ૭૦૦ લોકોનું રસોડું હતું. અને આ ખર્ચ માટે પણ તેને પેલા માથાભારે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડ્યા. રાહુલમાંની આ દશા જોઈ નહોતો શકતો. ૧૨ દિવસ પછી પણ બંને બહેનોની આંખોમાંથી અવિરત વહેતા આંસુઓને નહોતો જોઈ શકતો,પણ એ કઈ કરવા સક્ષમ નહોતો.

રાહુલને વિચાર આવતો હતો કે મૃત્યુ પહેલા પણ એ “અક્ષમ” જ હતો એવું કઈ કરવા માટે જેથી પરિવારને મદદરૂપ થઇ શકે,પણ જીવતા રહીને તેની પાસે કોઈને કોઈ વિકલ્પ મળી રહેવાનો ચાન્સ તો હતો જ. રાહુલને હવે પારાવાર પસ્તાવો થઇ રહ્યો હતો. કાશ ભગવાન મને ફરી એક મોકો આપે. પણ જિંદગી ફક્ત એકજ મોકો આપે છે. તેનાથીમાં અને બહેનોની આ હાલાત જોવાતી નહોતી. પણ જાણે ભગવાને નક્કી કર્યું હોય તેમ તેમાં અને બહેનોના દરેક દુ:ખનો સાક્ષી બની રહ્યો હતો. તેના ના ઇચ્છવા છતાં પણ તેના ગયા પછી પરિવારપર વરસી રહેલા અપાર દુ;ખ હવે તેને જોવા પડી રહ્યા હતા.

રાહુલના મૃત્યુને આજે ૨ મહિના થઇ ગયા હતા. પણમાં અને બહેનો પર દુ:ખનો ઓછાયો હજુ ઓછો નહોતો થયો. અને રાહુલ પણ હવે એવું ઈચ્છી રહ્યો હતો કે ભગવાન કાંતો પરિવાર નું દુ:ખ ઓછું કરે કાંતો પોતાને મોક્ષ આપી દે જેથી તે પરિવારના આ દુ:ખને ના જોઈ શકે. તને ખબર હતી કે બીજા વિકલ્પમાં તેનો સ્વાર્થ છુપાયેલો છે,પરંતુ તે અંદરથી ખુબજ તડપી રહ્યો હતો. અને સૌથી વધુ તકલીફ આપતી વાત એ હતી કે “તે પોતાનું દુખ કોઈને કહી શકતો નહોતો. ”જયારે તમે કોઈને પોતાનું દુ:ખ કોઈને કહો ત્યારે તમારું દુ:ખ ઘણું ઓછું થઇ જાય છે પણ,આ વિકલ્પ રાહુલ પાસે ઉપલબ્ધ નહોતો.

હવે ફરી પાછા ઉઘરાણીવાળા માથાભારે તત્વો ઘેર આવવાના શરુ થઇ ગયા હતા. ઘેર આવીને ગમે તેમ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હતા, ક્યારેક રાધા ઘેર એકલી હોય તો તેનો હાથ પકડી અશ્લીલ હરકતો કરતા. પણ રાધા વાઘણની જેમ ગર્જના કરતી તો ઉભી પુન્છડીએ ભાગતા. રાહુલ આ બધું જોઈને ખુબજ ગુસ્સે થઇ જતો તેને ઘણીવાર એમ થઇ જતું કે આ બધા નું ખૂન કરીનાખું. પણ તે કઈ પણ કરવા અસમર્થ હતો.

હવે રાહુલ ભગવાન પાસે મોક્ષની માંગણી કરવા લાગ્યો તે આ મૃત્યુ પછીની જીંદગીથી હેરાન પરેશાન થઇ ગયો હતો. આજે તેમના વિસ્તારમાં આવેલા શિવ મંદિર પર શિવકથાનો પ્રારંભ થયો હતો. ખુબજ પ્રકાંડ પંડિત સ્વામી સત્યાનંદ શિવકથા કરવાના હતા. માં પહેલા દિવસથી જ શિવકથામાં જતી હતી. આજે બીજો દિવસ હતો આજે રાહુલ પણ ત્યાં હાજર હતો. શિવકથા સાંભળીને તે પોતાને થોડો શાંત મહેસૂસ કરવા લાગ્યો. તે આગળ સ્ટેજની બાજુમાં જ બેસીને કથા સંભાળવા લાગ્યો. સળંગ ૩ દિવસ જવાથી રાહુલને ખુબજ સારું લાગવા લાગ્યું. અને તેની પાછળ નું બીજું કારણ એ પણ હતું કે કથા સંભાળતી વખતેમાંના ચહેરા પર દેખાતી અપાર શાંતિ.

આજે રાહુલ એક દમ મગ્ન થઇને આંખો બંધ કરીને કથા સાંભળી રહ્યો હતો,અચાનક તેને આંખો ખોલીને સ્ટેજ તરફ જોયું તો તેને એવો ભ્રમ થયો કે સ્વામીજી કથા વાંચતા વાંચતા વારે વારે તેની સામે જોઈ રહ્યા છે. અને મંદ મંદ હસી રહ્યા છે. તેના મગજમાં વિચારો નું ઘોડાપુર ફરી ચાલવા લાગ્યું તને જોઈ શકે છે. તેને થયું કે સ્વામીજી તેને જોઈ શકે છે. પરંતુ બીજી ઘડી એ વિચાર્યું કેના આ તેનો ભ્રમ પણ હોઈ શકે. આજના દિવસની કથા પુરી થઇ ગઈ. માં ઘર તરફ ચાલવા લાગી. રાહુલને થયું કે કાશ માં મને એક વાર સાંભળી શકે,પણ તે તેની અસમર્થતા પર લાચાર અનુભવવા લાગ્યો. અને માં સાથે વાત કરવાના વિચારને ઉગતો જ ડામી દીધો.

આજે કથાનો છેલો દિવસ હતો. આજે રાહુલ વિચારી રહ્યો હતો કે મનના ક્યાંક ખૂણે સળવળી રહેલા તેના શંકાના કીડાનો આજે ઈલાજ કરીને જ જંપીશ. આજે હું સ્વામી સત્યાનંદની સામે જ બેસીશ અને હકીકત શું છે તે જાણીને જ રહીશ. જો સ્વામીજી તેને જોઈ શકતા હોય તો કદાચ વાત પણ કરે. કથા શરુ થઇમાં મહિલા ઓની હરોળમાં આગળ જ બેસીને કથા સાંભળી રહી હતી. અને રાહુલ પણ અદ્રશ્ય રીતે પુરુષોની હરોળમાં સૌથી આગળ બેઠો હતો. તેની નજર સ્વામીજી પર જ ટકેલી હતી. તે વાત જોઈ રહ્યો હતો કે સ્વામીજી તેની સામે નજર કરે છે કે નહિ?. .

કથા શરુ થયાના લગભગ એક કલાક સુધી સ્વામીજી એ તેની તરફ નજર સુદ્ધાના કરી,પરંતુ કેટલાક સમય પછી રાહુલને એવું લાગ્યું કે સ્વામીજી તેની સામે જોઈને જ કથા બોલી રહ્યા છે. અને જાણે ફક્ત એને જ સંભળાવી રહ્યા છે. વારંવાર તેની સામે જોઈને તેમના તેજસ્વી મુખારવિંદ પર નિર્દોષ સ્મિતની એક લહેર વહી રહી હોય તેવું લાગતું હતું. હવે રાહુલને ખાતરી થઇ ચુકી હતી કે સ્વામીજીને તેના અસ્તિત્વનો એહસાસ છે.

રાહુલે અચાનક ઉત્સાહમાં આવીને બુમ પાડી,”હે સ્વામીજી મને મોક્ષ અપાવો. ”

સ્વામીજી પણ તેને સાંભળી રહ્યા હોય તેમ કથા બોલતા બોલતા રાહુલ તરફ હાથ ઉંચો કરીને સાંકેતિક ભાષામાં જાણે કહ્યું કે,”બેટા શાંતિ રાખ.”

કથા નું આજે સમાપન હતું. જેવી કથા પુરી થઇ સ્વામીજી વ્યાસપીઠ પર જ બેસી રહ્યા. લોકો ઉભા થઇને ચાલવા લાગ્યા. રાહુલ સ્વામીજીની સામે એકીટશે જોઈ રહ્યો હતો અને સ્વામીજી પણ તેની સામે જોઈ રહ્યા હતા. તેમણે રાહુલને ઈશારો કર્યો કે,”મારી સાથે આવ. .”

સ્વામીજી મંદિરની પાછળના ભાગમાં આવેલી ઓરડી તરફ ચાલવા લાગ્યા. રાહુલ પણ તેમની પાછળ ચાલવા લાગ્યો. ઓરડીમાં પહોચતા સ્વામીજી એ ઓરડીના દરવાજા બંધ કરી દીધા. અને ખૂણામાં પડેલી ખુરશી પર બેસી ગયા. ટીપોય પર પડેલા પાણીના જગમાંથી ગ્લાસ ભરીને પાણી પીધું. અને રાહુલની સામે જોઈને હસીને બોલ્યા,”બોલ બેટા તારે મોક્ષ કેમ જોઈએ છે?. ”

રાહુલ અવાચક બની ગયો એને સ્વામીજીને સામે સવાલ પૂછ્યો,”સ્વામીજી તમે મને કઈ રીતે જોઈ શકો છો?”

સ્વામીજી બોલ્યા,”બેટા મેં ઘણા વર્ષો સુધી હિમાલયમાં તપસ્યા કરીને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે જેનાથી હું દિવ્ય આત્માઓને જોઈ પણ શકું છું અને વાત પણ કરી શકું છું,”

“મને તારા વિષે ખબર છે તે કેવા સંજોગોમાં આ પગલું ભર્યું,શા કારણથી આ પગલું ભર્યું,મને એપણ ખબર છે તારી માં પણ કથા સંભાળવા આવે છે. ”

“હવે તું સાંભળ,આત્મહત્યા કરવી તે કાયર માણસનું કામ છે. જે વ્યક્તિની ઈશ્વરમાં આસ્થા હોય તે ક્યારે પણ આ પગલું ના ભરે. આ દુનિયામાં દરેક વ્યક્તિનું જીવન નાના મોટા સંઘર્ષથી ભરેલું હોય છે. અને જેની જીંદગીમાં બિલકુલ સંઘર્ષના હોયને તેની જીંદગી ધૂળ બરાબર હોય છે. સંઘર્ષમય જીવન જ વ્યક્તિને સફળ બનાવી શકે છે. અને સંઘર્ષનો સામનોના કરી શકે તે માણસ નમાલો હોય છે. અને તેં પણ તારી જિંદગીને આવી રીતે વેડફી નાખી છે. તે જો આ પગલું ભરતા પહેલા તારા પરિવાર વિષે થોડું પણ વિચાર્યું હોતને તો આજે તું આજે આ રીતે આત્મા સ્વરૂપે નહિ પણ મનુષ્ય દેહ સાથે તારી માંની સાથે કથા સાંભળવા આવ્યો હોત. દીકરા તું અત્યારે પણ તારી માંના ચહેરાને જોઈ શકે છે. તને હવે પસ્તાવો થઇ રહ્યો છે. જો તેં આ પગલું ભરતા પહેલા એક વાર પણ મગજ શાંત રાખીને વિચાર કર્યો હોત તો આટલા લોકોની જીંદગી આમ ના વેડફાત. તું શું માને છે તારા જતા રહેવાથી તારા પરિવારની સમસ્યાઓ ઓછી થઇ જશે?.

વિધિ એ જે તારા પરિવારના નસીબમાં જે લખ્યું છે તે જ થશે. તારી જીંદગીની આહુતિ આપી દેવાથી કોઈની પણ સમસ્યા દૂર થવાની નથી. જીવતો હતો તેના કરતા તું મૃત્યુ પછી તારા પરિવાર પર બોજ બની ગયો છું. ”

આ બધું સાંભળીને રાહુલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેને એવું લાગ્યું કે મૃત્યુ પછી તે પ્રથમ વાર રડી રહ્યો છે. સ્વામીજી એ તેને રડવા દીધો. થોડી વાર પછી સ્વામીજી ઉભા થયા અને તેની પાસે આવ્યા. રાહુલના માથા પર હાથ પસવાર્યો. રાહુલને પણ તેમના સ્પર્શનો એહસાસ થયો. મૃત્યુ પછી પહેલી વાર તેને સ્પર્શ અનુભવ્યો. તેને એકદમ અપાર શાંતિનો અનુભવ થવા લાગ્યો.

સ્વામીજી બોલ્યા,”બેટા હવે તું મને કહે કે તું શું સમજ્યો?. ”

રાહુલ બોલ્યો,”સ્વામીજી,હું હવે બધું જ સમજી ગયો છું આત્મહત્યા ક્યારે પણ કોઈ પણ સમસ્યાનો ઉકેલના હોય. ”

સ્વામીજી એ હસીને કહ્યું,”બેટા હવે હું તને આ દુનિયામાંથી મુક્ત કરાવું છું. ”

એમ કહીને સ્વામીજી એ કમંડળમાંથી ગંગાજળ હાથમાં લીધું અને અંખ બંધ કરીને કોઈ મંત્ર બોલ્યા. અને પાણીનો છંટકાવ રાહુલ તરફ કર્યો. શરીર પર ગંગાજળનો છંટકાવ થતા જ તેને એક અદ્ભુત અનુભૂતિ થવા લાગી. તેને લાગ્યું કે એ બરફની જેમ ધીરે ધીરે પીગળી રહ્યો છે અને વાયુ સ્વરૂપે ઉડી રહ્યો છે. અને અનંત તરફ આગળ વધી રહ્યો છે. ધીરે ધીરે જાણે તેના અસ્તિત્વ નું અનંતમાં મિલન થઇ રહ્યું છે. ધીરે ધીરે રાહુલનું અસ્તિત્વ શિવમાં ભળી ગયું.

સ્વામીજી હસતા હસતા એક સંતોષની લાગણી સાથે “શિવ શિવ” કરતા ઓરડીની બહાર નીકળી ગયા.

આ બાજુ માં હજુ ઘેર જ પહોંચી છે. પાણીયારા પર લોટો ભરીને પાણી પી રહી છે ત્યાં રાધા દોડતા આવી અને માંને પાછળથી વળગી પડી અને બોલી,”સીતાને ભાણિયાનો જન્મ થયો છે. ”

માંના ચહેરા પર ઘણા સમય પછી એક ખુશીની ઝલક દેખાઈ. . !

મીની કહેતી હતી : ‘કાબુલીવાલાએ આપ્યો !’

તેની મા કહેતી હતી : ‘પણ કાબુલીની પાસેથી તેં એ લીધો કેમ ?’

મીની રડવા માંડી કહ્યું : ‘મેં માગ્યો નથી,. એણે એની મેળે આપ્યો છે.’

મેં આવીને મીનીને એના પર આવી પડેલી આ આફતમાંથી બચાવી લીધી. હું એને બહાર લઈ ગયો.

મને ખબર પડી કે કાબુલીની સાથે મીનીની આ બીજી મુલાકાત નથી. પણ આ પહેલાં લગભગ દરરોજ આવીને, પિસ્તાબદામ લાંચમાં આપીને તેણે મીનીનું નાનકડું હૃદય ઘણું કબજે કરી લીધું હતું. મેં જોયું કે આ બે દોસ્તો વચ્ચે કેટલીક વાતો અને ગમ્મતો રોજ એકની એક ચાલ્યા કરતી હતી.

દાખલા તરીકે, રહમતને જોતાં જ મારી દીકરી હસતી હસતી પૂછતી : ‘કાબુલીવાલા… એ…ઈ… કાબુલીવાલા, તારી આ ઝોળીમાં શું છે ?’

રહમત ઉચ્ચારમાં એક અનાવશ્યક ચંદ્રબિંદુ ચડાવી દઈ હસતો હસતો જવાબ દેતો : ‘હોંથી !’ અર્થાત્ એની ઝોળીમાં હાથી છે એ જ તેના હસવાનો સૂક્ષ્મ મર્મ હતો. અતિ સુક્ષ્મ તો ન કહી શકાય, તો પણ આ ગમ્મતમાં બંનેને ભારે મજા પડતી અને શરદઋતુના પ્રભાતમાં, એક મોટી ઉંમરના માણસનું અને એક નાની વયની બાલિકાનું સરળ હાસ્ય જોઈ મને પણ સારું લાગતું.

એમની વચ્ચે બીજી પણ એક વાત પ્રચલિત હતી. રહમત મીનીને કહેતો : ‘કીકી, તું કદી સાસરે જતી નહીં !’ બંગાળી ઘરની છોકરી જન્મથી જ સાસરું શબ્દથી પરિચિત હોય છે, પરંતુ અમે જરા નવા જમાનાના માણસ હોવાથી છોકરીને સાસરી સંબંધી કંઈ જ જ્ઞાન આપ્યું નહોતું. એથી રહમતનો અનુરોધ મીની સમજી શકતી નહીં, છતાં એનો કંઈ પણ જવાબ દીધા વગર ચૂપ રહેવું એ બિલકુલ એના સ્વભાવની વિરુદ્ધ હતું. એટલે તે સામો સવાલ પૂછતી : ‘તમે સાસરે જવાના છો ?’

રહમત કાલ્પનિક સસરાની સામે પ્રચંડ મૂઠી ઉગામી કહેતો : ‘સસૂરને હું ઠોકીશ..’ સાંભળી મીની સસૂર નામે કોઈ એક અજાણ્યા માણસનું આવી બન્યું કલ્પીને ખૂબ હસતી.

મીનીની મા ખૂબ વહેમી સ્વભાવની બાઈ હતી. રસ્તા પર જરા જેટલો અવાજ થાય તો આખી દુનિયાના દારૂડિયાઓ બસ અમારા જ ઘરમાં ઘૂસવા દોડી આવે છે એવું એને લાગે. આખી પૃથ્વી ચારે ખૂણે ચોર, ડાકુ, દારૂડિયા, સાપ, વાઘ, મેલેરિયા, ઈયળો, વંદા, કાનખજૂરા અને ગોરાઓથી જ ભરેલી છે એ એનો ભય આટલા દિવસ (બહુ વધારે દિવસ નહોતા થયા) પૃથ્વી પર વાસ કરવા છતાં હજી એના મનમાંથી દૂર થયો નહોતો.

રહમત કાબુલી સંબંધી પણ તે સાવ નિ:સંશય નહોતી. એટલે તેની તરફ ખાસ નજર રાખતા રહેવાનો તે મને વારંવાર આગ્રહ કર્યા કરતી. હું તેના વહેમને હસી કાઢવાનું કરું, તો એ સામી મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતી : ‘કદીયે શું કોઈનાં છોકરાં ચોરાયાં નથી ? કાબુલમાં શું ગુલામોનો વેપાર ચાલતો નથી ? આવડા મોટા કાબુલ માટે જરી જેવડી છોકરીને ઉપાડી જવાનું કામ શું સાવ અસંભવિત છે ?’

મારે કબૂલ કરવું પડ્યું કે એવું બનવું સાવ અસંભવિત તો નથી, પરંતુ માન્યામાં ન આવે એવું છે. માનવા ન માનવાની શક્તિ સૌમાં સરખી નથી હોતી, એટલે મારી સ્ત્રીના મનનો ભય ટળ્યો નહીં. પરંતુ એથી કરીને વગર વાંકે રહમતને અમારા ઘરમાં આવવાની હું મનાઈ કરી શક્યો નહીં.

દર વરસે મહા મહિનાની અધવચમાં રહમત દેશમાં ચાલી જતો. આ વખતે તે પોતાનું બધું લેણું વસૂલ કરવા પાછળ ખૂબ વ્યસ્ત રહેતો. એ માટે ઘેર ઘેર ફરવું પડે, છતાં પણ તે મીનીને એક વાર તો દર્શન દઈ જતો. એ જોઈને ખરેખર એમ લાગે, જાણે એમની વચ્ચે કંઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. કોઈ દિવસ સવારે તે આવી ન શકે તો સાંજે આવે.

અંધારા ઓરડાના ખૂણામાં એ ખૂલતા પહોળા જામા પાયજામાવાળા અને ઝોળાઝોળીવાળા ઊંચા કદાવર માણસને જોઈ ખરેખર એકદમ મનમાં આશંકા પેદા થાય, પરંતુ જ્યારે મીનીને ‘કાબુલીવાલા, એ…ઈ… કાબુલીવાલા !’ કહી હસતી હસતી દોડી આવતી જોઉં અને એ બે ભિન્ન વયના મિત્રોમાં જૂનો જાણીતો વિનોદ ચાલવા માંડે ત્યારે મારું સમસ્ત અંત:કરણ પ્રસન્ન થઈ જતું.

એક દિવસ સવારે મારી ઓરડીમાં બેસીને હું પ્રૂફ તપાસતો હતો. વિદાય લેતાં પહેલાં બે-ત્રણ દિવસથી ઠંડી ખૂબ સખત પડવા લાગી હતી. ગાત્રો ગળી જતાં હતાં, બારીમાંથી સવારનો તડકો મેજની નીચે મારા પગ ઉપર આવી પડતો હતો, અને તેનો ગરમાવો અત્યારે ખૂબ જ મીઠો લાગતો હતો. લગભગ આઠેક વાગ્યા હશે. માથે ગળપટા વીંટાળીને વહેલા પહોરના ફરવા ગયેલા માણસો ઘેર પાછા આવી ગયા હતા.

એવામાં રસ્તામાં ભારે કોલાહલ સંભળાયો. જોયું તો અમારા રહમતને બે સિપાઈઓ બાંધીને લાવતા હતા – એમની પાછળ કુતૂહલપ્રિય છોકરાંનું ટોળું હતું. રહમતના શરીર પર ને કપડાં પર લોહીના ડાઘા હતા, અને એક સિપાઈના હાથમાં લોહિયાળ છરો હતો. મેં બહાર નીકળી સિપાઈને ઊભો રાખી પૂછ્યું : ‘શું થયું છે ?’

થોડું તેણે કહ્યું, થોડુંક રહમતે કહ્યું – એમ મને જાણવા મળ્યું કે અમારા કોઈ પડોશીએ પૈસા બાકી રાખી રહમતની પાસેથી રામપુરી શાલ લીધી હતી. રહમતે એના પૈસા માગ્યા, ત્યારે પેલાએ જૂઠું બોલી એ દેવાનો જ ઈનકાર કર્યો. એ બાબતમાં ઝઘડો થતાં રહમતે તેને છરો ભોંકી દીધો હતો. રહમત એ જૂઠાબોલાને ઉદ્દેશીને અનેક અશ્રાવ્ય ગાળો સંભળાવતો હતો,

એટલાં ‘કાબુલીવાલા…એ…ઈ કાબુલીવાલા !’ કરતી બૂમો પાડતી પાડતી મીની ઘરમાંથી બહાર દોડી આવી. રહમતનું મોં પલકમાં હાસ્યથી ખીલી ઊઠ્યું. તેના ખભા પર અત્યારે ઝોળી નહોતી, એટલે ઝોળી સંબંધી તેમનો રોજનો વાર્તાલાપ આજે થયો નહીં.

મીનીએ એકદમ તેને પૂછી નાખ્યું : ‘તમે સાસરે જવાના છો ?’

રહમતે હસીને કહ્યું : ‘ત્યાં જ જાઉં છું’

પણ એ જવાબથી મીનીને હસવું આવ્યું નહીં. એ જોઈ રહમતે પોતાના હાથ દેખાડી કહ્યું : ‘સાલા સસૂરને ઠોકત, પણ શું કરું, મારા હાથ બાંધેલા છે !’ ખૂનની કોશિશ કરવાના ગુનાસર રહમતને કેટલાંક વરસની કેદની સજા થઈ.

રહમતની વાત હવે હું લગભગ ભૂલી ગયો હતો. અમે જ્યારે ઘરમાં બેઠાં બેઠાં હંમેશની ટેવ મુજબ કામકાજમાં દિવસો વિતાવતાં, ત્યારે એક સ્વતંત્ર મિજાજનો પહાડોમાં ફરનારો આદમી કારાગારની દીવાલોની વચમાં કેવી રીતે વર્ષો વિતાવતો હશે તે અમને કદી યાદ પણ આવતું નહીં. અને, ચંચળ હૃદયની મીનીની રીતભાત તો ખરેખર ખૂબ શરમાવા જેવી હતી તેની તેના બાપથીયે ના પાડી શકાય એમ નથી.

લહેરથી પોતના જૂના મિત્રને ભૂલી જઈ પહેલાં એણે નબી ગાડીવાળાની સાથે મૈત્રી બાંધી. પછી જેમ તેની ઉંમર વધતી ગઈ તેમ એક એક સખાને બદલે એક એક સખી આવતી ગઈ. તે એટલે સુધી કે હવે તે તેના બાપાની લખવાની ઓરડીમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. મેં તો જાણે તેની સાથે બોલવાના કટ્ટા કર્યા છે.

કેટલાંક વરસો વહી ગયાં ! વળી એક શરદઋતુ આવી. મારી મીનીનું સગપણ નક્કી થઈ ગયું છે. પૂજાની રજાઓમાં તેનાં લગ્ન થવાનાં છે. દુર્ગા કૈલાસમાં જશે, અને તેની સાથે મારા ઘરની આનંદમયી પણ પિતૃભવનમાં અંધારું કરીને હવે પતિભવનમાં જશે.

આજે મારી મીનીનાં લગ્ન હતાં. સવારથી જ ભારે ધમાલ મચી ગઈ હતી. માણસોની આવ-જા શરૂ થઈ ગઈ હતી. આંગણામાં વાંસ નાખી મંડપ બંધાઈ રહ્યો હતો. ઘરના એકેએક ઓરડામાં અને પરસાળમાં હાંડીઝુમ્મરો લટકાવવાનો અવાજ થઈ રહ્યો હતો. બૂમાબૂમ અને દોડધામનો પાર નહોતો.

હું મારી ઓરડીમાં બેસીને હિસાબ જોતો હતો, એટલામાં રહમત આવીને સલામ કરીને ઊભો. પહેલાં તો હું એને ઓળખી શક્યો નહીં. એની પેલી ઝોળી નહોતી, લાંબા વાળ નહોતા, એના શરીરમાં પહેલાંના જેવું તેજ નહોતું. છેવટે તેના હાસ્ય પરથી મેં એને ઓળખ્યો.

મેં કહ્યું : ‘કેમ રહમત, ક્યારે આવ્યો ?’

તેણે કહ્યું : ‘કાલે સાંજે જેલમાંથી છૂટ્યો !’

શબ્દો જાણે કાનમાં ખટ કરતા વાગ્યા ! આ પહેલાં કદી કોઈ ખૂનીને મેં નજરે જોયો નહોતો. આને જોઈ મારું આખું હૃદય સંકોચાઈને જાણે બિંદુ જેવડું થઈ ગયું. મને થયું કે આજના આવા શુભ દિવસે આ માણસ અહીં ન હોય તો સારું. અમરકથાઓ

મેં તેને કહ્યું : ‘આજે અમારા ઘરમાં અવસર છે. હું બહુ કામમાં છું, તમે આજે જાઓ….’

આ સાંભળતાં જ એણે તરત ચાલવા માંડ્યું, પરંતુ બારણા આગળ જઈને એ બીતો બીતો બોલ્યો : ‘કીકીને જરી મળાશે ખરું ?’ તેના મનમાં એ એવું માનતો હશે કે મીની હજી એવડી ને એવડી છે. તેના મનમાં એવું હશે કે હમણાં મીની પહેલાંની પેઠે ‘કાબુલીવાલા….એ…ઈ… કાબુલીવાલા’ કરતી દોડતી આવશે, અને તેમની વચ્ચે ફરી પાછો પેલો જૂનો હાસ્યાલાપ ચાલશે.

એટલું જ નહીં, પણ જૂની દોસ્તી યાદ કરી તે એક બૉક્સમાં અંગૂર અને કાગળના પડીકામાં દરાખબદામ પણ લેતો આવ્યો હતો – કોઈ ઓળખીતા કાબુલીની પાસેથી માગી તાગીને એ લઈ આવ્યો હશે – કારણ કે એની પેલી ઝોળી તો હવે હતી નહીં. અમરકથાઓ

મેં કહ્યું : ‘આજે ઘરમાં ધમાલ છે, આજે કોઈને મળવાનું નહીં બને !’

તે જરા ખિન્ન બની ગયો. સ્તબ્ધભાવે ઊભો રહી એ ઘડીક મારી સામે જોઈ રહ્યો, પછી ‘બાબુ, સલામ !’ કહી એ ઘરમાંથી બહાર નીકળી ગયો.

મને હૃદયમાં કંઈક દુ:ખ થયું, હું એને પાછો બોલાવવાનો વિચાર કરતો હતો, ત્યાં એ પોતે જ પાછો આવતો દેખાયો. પાસે આવીને તેણે કહ્યું : ‘આ અંગૂર અને કિસમિસ-બદામ કીકીના સારુ લાવ્યો હતો; એને આપવા કૃપા કરશો !’

મેં એના પૈસા આપવા માંડતાં તેણે એકદમ મારો હાથ પકડી લઈ કહ્યું : ‘આપે ખૂબ દયા બતાવી છે, હું એ કદી નહીં ભૂલું – મને પૈસા આપવાનું ન કરશો ! – બાબુ, તમારે જેવી છોકરી છે, તેવી દેશમાં મારે પણ એક છોકરી છે. એનું મોં યાદ કરી હું તમારી કીકીને આપવા જરાતરા મેવો લઈને આવું છું. હું કંઈ વેપાર કરવા આવતો નથી.’

આમ કહી એણે પોતાના ખૂલતા પહોળા અંગરખામાં હાથ નાખી, છાતી પાસે ક્યાંકથી એક મેલો ચોળાયેલો કાગળ બહાર કાઢ્યો. ખૂબ જતનપૂર્વક તેની ગડી ઉકેલી તેણે તે બે હાથે મારા મેજ ઉપર પાથર્યો. મેં જોયું તો કાગળ ઉપર એક નાનકડા હાથની છાપ હતી. ફોટો નહોતો, તૈલચિત્ર નહોતું; હાથમાં જરા કાજળ લગાડી કાગળ ઉપર તેની છાપ લીધેલી હતી.

દીકરીનું આ સ્મરણ છાતીસરસું રાખીને રહમત કલકત્તાના રસ્તાઓ પર મેવો વેચવા આવતો હતો – જાણે એ સુકોમળ નાજુક બાળહસ્તનો સ્પર્શ તેના વિશાળ વિરહી હૃદયમાં સુધાનો સંચાર કરતો હતો !

આ જોઈ મારી આંખો છલછલ કરતી ઊભરાઈ આવી. તે વખતે, એ કોઈ કાબુલી મેવાવાળો છે, અને હું કોઈ બંગાળી સંભ્રાન્ત વંશનો છું એ હું ભૂલી ગયો. – તે વખતે હું સમજી શક્યો કે જેવો એ છે તેવો જ હું પણ છું; તે પિતા છે, હું પણ પિતા છું. પર્વતગૃહમાં વસેલી તેની એ નાનકડી પાર્વતીના હાથની છાપ જોઈ મને પણ મારી મીની યાદ આવી ગઈ.

મેં તરત જ તેને અંત:પુરમાંથી બોલાવી મગાવી. સ્ત્રીઓએ ઘણો વિરોધ કર્યો, પરંતુ મેં એ તરફ બિલકુલ લક્ષ આપ્યું નહીં. લાલ રેશમી સાડીમાં, કપાળમાં ચંદનની ચર્ચા સાથે, વધૂના વેશમાં મીની શરમાતી સંકોચાતી મારી પાસે આવીને ઊભી.

એને જોઈ કાબૂલી પહેલાં તો ચમકી ગયો, પહેલાંની પેઠે તેમનો વાર્તાલાપ જામી શક્યો નહીં. છેવટે હસીને તેણે કહ્યું : ‘કીકી, તું સાસરે ચાલી ?’

મીની હવે સાસરીનો અર્થ સમજતી હતી, હવે તે પહેલાંની પેઠે જવાબ દઈ શકી નહીં – રહમતનો સવાલ સાંભળી લજ્જાથી લાલ બની તે મોં ફેરવી ઊભી રહી. કાબુલીની સાથે મીનીને જે દિવસે પહેલી ઓળખાણ થઈ હતી, એ દિવસ અત્યારે મને યાદ આવી ગયો, અને મારું મન કેવુંય વ્યથિત થઈ ગયું. અમરકથાઓ

મીનીના ગયા પછી એક ઊંડો નિ:શ્વાસ નાખી રહમત જમીન ઉપર બેસી પડ્યો. તેને અચાનક ભાન થયું કે તેની છોકરી પણ અત્યારે આવડી મોટી થઈ ગઈ હશે, એની સાથે પણ હવે નવી ઓળખાણ કરવી પડશે. – પહેલાં હતી તેવી હવે એ એને જોવા નહીં મળે. આ આઠ વરસમાં તેનું શું થયું હશે તે પણ કોણ જાણે છે !

સવારના પહોરમાં શરદ ઋતુના સૂરજનાં સ્નિગ્ધ કિરણો વચ્ચે શરણાઈ વાગવા માંડી હતી. રહમત કલકતાની એક ગલીમાં બેઠો બેઠો અફઘાનિસ્તાનના કોઈ બોડિયા પહાડનું દશ્ય જોઈ રહ્યો. મેં એક નોટ કાઢી તેના હાથમાં મૂકી કહ્યું : ‘રહમત, તું દેશમાં તારી દીકરીની પાસે પહોંચી જા ! તમે બાપ-બેટી સુખેથી મળો એથી મારી મીનીનું કલ્યાણ થશે !’

આ રૂપિયા આપવાને લીધે, મારે લગ્નની ધામધૂમમાંથી એકબે બાબત કાઢી નાખવી પડી. મનમાં ધાર્યા પ્રમાણે વીજળીનો ભપકો કરી શકાયો નહીં, કિલ્લાનું બૅન્ડ પણ લવાયું નહીં. અંત:પુરમાં સ્ત્રીઓ બહુ બબડવા લાગી, પરંતુ કોઈ અનેરા મંગલ પ્રકાશમાં મારો શુભ ઉત્સવ ઝળહળી ઊઠ્યો.


Himanshu Patel

Previous Post Next Post

Contact Form